STORYMIRROR

Shaurya Parmar

Drama

2  

Shaurya Parmar

Drama

હું પાછો આવું છું.

હું પાછો આવું છું.

1 min
407



તૈયાર રહેજો વ્હાલા,

હું પાછો આવું છું,

હથિયાર લેજો વ્હાલા,

હું પાછો આવું છું,


સહન હવે નહીં કરું,

રોજ હવે નહીં મરું,

તમે વિચારી લેજો વ્હાલા,

હું પાછો આવું છું,


કફન બાંધી આયો છું,

આગ નવી લાયો છું,

માપમાં રહેજો વ્હાલા,

હું પાછો આવું છું,


ગુમાવવા કંઈ નથી,

છું હું બીજું કંઈ નથી,

દુઆ માંગી લેજો વ્હાલા,

હું પાછો આવું છું,


રહીશ તું કે હું,

હવે થશે હુ ...તું...તું...!

રમત રમી લેજો વ્હાલા,

હું પાછો આવું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama