STORYMIRROR

Rekha Patel

Romance Tragedy

4  

Rekha Patel

Romance Tragedy

હું મારા રસ્તે

હું મારા રસ્તે

1 min
306

નથી જોઈતી મહેરબાની તારી, હું મારા રસ્તે, 

નથી જોઈતી દયા તારી, હું મારાં રસ્તે. 


પહેલાં પ્રેમ આપીને લાગણીઓને તરબોળ કરી, 

નથી જોઈતી વાસના તારી, હું મારા રસ્તે. 


મને ખબર નહતી કે દરેક મિલન પાછળ હશે વિરહ, 

નથી જોઈતી વેદના તારી, હું મારા રસ્તે. 


સપનાઓની મહેફિલમાં બતાવ્યાં આકાશી તારાઓ, 

નથી જોઈતી છલના તારી, હું મારા રસ્તે. 


મારાં મનમંદિરમાં મૂર્તિ પ્રેમની સ્થાપી, 

નથી જોઈતી અર્ચના તારી, હું મારા રસ્તે. 


વગર વાંકે મને અર્ધે રસ્તે તરછોડી દીધી, 

નથી જોઈતી અવહેલના તારી, હું મારા રસ્તે. 


"સખી" તારા વગર આ સંસારનાં સમંદરને તરવા માટે, 

નથી જોઈતો સથવારો તારો, હું મારા રસ્તે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance