Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Tragedy

3  

Karan Mistry

Tragedy

હું ક્યાં હતો!

હું ક્યાં હતો!

1 min
193

સ્વીકારી લીધી, હાર માની લીધી, થઈ ગઈ હતી ભૂલ,

શું કરીયે હવે સાચા જવાબનો સવાલ જ ખોટો હતો,

હવે લોકોને થોડું કહેવા જવાય કે ક્યાં ક્યાં ખોટા હતા,

એ જ આંગળી ચીંધી કહેશે આને કેટલો દેખાડો હતો,

આ તો ઝીંદગી સાહેબ સાચી ગણતરીઓય ઉંધી પડી,

ત્યારે જ તો ખબર પડે ને કે સગામાં કોણ સાચો હતો,

ફરિયાદ કરી આંગળી ચીંધી ને કેટલાય આરોપો લગાડ્યા,

અંદર જોયું ખબર પડી કે ખુદનો ગુનેગાર ખુદ જ હતો,

આંધળું અનુકરણ કર્યું, ચાલવા લાગ્યો'તો ઘેટાની સાથે,

રહી રહી ને જ ખબર પડી હું મારાથી જ વેગળો હતો,

ખિસ્સા ફંફોળ્યા ખાલી નીકળ્યા સિક્કા બેફામ નીકળ્યા,

બસ હવે રાતદિવસ એક, એ એક જ રસ્તો હતો.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy