STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

હું ઈચ્છુ છું

હું ઈચ્છુ છું

1 min
362

નજર મેળવવા ઈચ્છુ છું, તે સામે મારી કદીયે જોતી નથી, મુખ ફેરવીને ચાલી જાય છે, મારો સાદ સાંભળતી નથી.

મુલાકાત કરવા હું ઈચ્છુ છું, તે વાયદો કદીયે પાળતી નથી, રાહ મને જોવડાવ્યા કરે છે, મને સતાવવાનું છોડતી નથી.

પ્રેમથી મનાવવા હું ઈચ્છુ છું, તે જીદ કદીયે છોડતી નથી,હ્રદયમાં તેની તસ્વીર છે, મારા પ્રેમનો સ્વીકાર કરતી નથી.

નફરત દૂર કરવા હું ઈચ્છુ છું, તે વિશ્ચાસ કદીયે કરતી નથી, દર્દ દીવાનો તેણે બનાવ્યો છે, મારૂં દર્દ પણ સમજતી નથી.

વહેમ નિવારવા હું ઈચ્છુ છું, તે સમીપ કદીયે આવતી નથી, ક્યારે ચમત્કાર થાશે "મુરલી", પ્રભુની કૃપા વરસતી નથી.

 રચના:-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance