હું હતી મારી રીતે
હું હતી મારી રીતે
ના મળી શક્યો કદી એ મારી રીતે
એ મળ્યો મને હંમેશાં એની રીતે,
કે’વાનું હતું બધું બાકી રહી ગ્યું ને
વર્તન જોઈને એને કહેવું કેવી રીતે,
ચાહવાની રીતે સખત ચાહ્યો મેં
ને મનાવ્યો એને હંમેશા એવી રીતે,
અજાણ્યો બની ગયો એ અચાનક કૈ
હું વર્તી જાણીતી હોઉં એવી રીતે,
વર્તી ના શકી એને આખરી સુધી
મને ગમ્યા કરતો, હું હતી મારી રીતે.

