હું એક ગુજરાતી
હું એક ગુજરાતી
હર પળ હું ગુજરાતી,
રહું લંડન કે પેરિસમાં,
રહી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા,
તોય હું ગુજરાતી,
મારી આત્મા ગુજરાતી
મારી બોલી ગુજરાતી,
મારા રોમે રોમમાં ગુજરાતી,
દુશ્મનને પણ મીણની જેમ પીગળાવી દઉં,
દોસ્ત માટે જાન કુરબાન કરી દઉં,
છું હું એક ગુજરાતી,
છેલ છબીલો ગુજરાતી,
નવરાત્રીમાં ગરબે રમુ,
દિવાળીમાં રંગોળી પૂરું,
હું તો કૃષ્ણ જન્મ મનાવું,
હું તો મેળે જાવ,
દરેક ને ગળે લગાડું,
જલેબી જેવી મીઠી ભાષા,
ઢોકળા જેવું પોચું હૈયું મારું,
ઊંધિયાની જેમ જગતમાં ભળી જાવ,
જ્યાં જાવ છું ગુજરાતનું નામ કમાવું છું,
સંતો મહંતોની ભૂમી મારી,
થોડા આશીર્વાદ લઈ નામ ઝાઝું કરું મારા ગુજરાતનું,
મારા હૈયે દરિયાદિલી,
છપ્પનની મારી છાતી,
સાહસ મારા રગે રગમાં ભર્યું,
અશક્ય ને હું શક્ય બનાવું,
હું તો દરિયાઈ સફર ખેડુ,
આકાશમાં પણ કદમ રાખું,
વેપારમાં હું પાક્કો,
વ્યવહાર રાખું હું સાચો,
ક્યાંય ના પડું પાછો,
હું એક ગુજરાતી,
ઓળખને મહેનત મારી ઝંઝાવાતી,
શૂન્યમાંથી સર્જન કરું એવો કરામતી,
હા હું એક ગુણિયલ ગુજરાતી.
