STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

હું છું ને

હું છું ને

1 min
275

જીવન જીવવાનું ચાલક બળ એટલે મિત્ર,

બેરંગી જિંદગીમાં લાવે રંગોની છોળ મિત્ર,


દુઃખી એ ભલે હોય, આપણને સુખ આપે,

લઈને આવે એ આનંદનો તહેવાર એ મિત્ર,


મતભેદ થતાં રહે મિત્રતામાં અનેકવાર ભલે,

પણ, મનને હંમેશા તરો તાજા રાખે એ મિત્ર,


સારા નરસા પ્રસંગોમાં દોડતો આવે પાસે,

ખભે હાથ મૂકીને " હું છું ને " એવું કહે મિત્ર,


મિત્રતામાં ન જોવાય નાત જાત કે રૂપિયો પૈસો,

જે વગર બોલ્યે જ તમારી વાત જાણી લે એ મિત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational