STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

3  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

હું બનીશ

હું બનીશ

1 min
398

શરૂઆત તમે કરશો તો અંત હું બનીશ,

શબ્દો તમારાં હશે, તો ખત હું બનીશ,


ને સાથ આપીશ હું દરેક તબક્કે તમને,

મકાન તમારું હશે તો છત હું બનીશ,


કે દુનિયા સાથે શું લેવાદેવા રાખવાની ?

તમે કહો તો તમારો મનમિત હું બનીશ,


જેના વિના સવાર પણ થતી નથી તેવી,

કાળી નહીં, એક સ્વપ્નની રાત હું બનીશ,


ફક્ત અપેક્ષા હશે મને તમારાં સમયની,

તમે સાદ આપજો, મુલાકાત હું બનીશ !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Romance