STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

હું ભૂલી નથી શકતો સનમ તુજને

હું ભૂલી નથી શકતો સનમ તુજને

1 min
158

મારા મુખથી નીકળતા શબ્દોમાં તું,

મારા પ્રેમપત્રના પહેલા અક્ષરમાં તું,

મારી લખવાની કલમની શાહીમાં તું,

હું ભૂલી નથી શકતો સનમ તુજને. 


મારી લખેલી ગઝલની સ્થાઈમાં તું,

મારી લખેલી ગઝલના અંતરામાં તું,

મારી ગઝલની મધુરી બંદિશમાં તું,

હું ભૂલી નથી શકતો સનમ તુજને.


મારા શ્વાસોની વહેતી સરગમમાં તું,

મારા દિલની ધડકનના તાલમાં તું,

મારા રોમે રોમમાં લહેરાતા પ્રેમમાં તું,

હું ભૂલી નથી શકતો સનમ તુજને.


મારા દિલમાં વસેલી તસવીરમાં તું,

મારા નયનોથી છલકાતાં જામમાં તું,

મારા મનનાં નાચંતા મોરલામાં તું,

હું ભૂલી નથી શકતો સનમ તુજને. 


મારા સંગીતના સાઝ અને અવાજમાં તું,

મારા રાગ અને રાગિણીના આલાપમાં તું,

મારી "મુરલી" ની મીઠી મીઠી તાનોમાં તું,

હું ભૂલી નથી શકતો સનમ તુજને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama