STORYMIRROR

Nita Patel

Romance

3  

Nita Patel

Romance

હું અને તું

હું અને તું

1 min
13.1K


શક્યતાના દ્વાર છીએ હું અને તું,

'હા' 'ના' નો અધ્યાર છીએ હું અને તું

લાગણીના આમ સાગર રોજ ઠાલા ,

એ કિનારે ખાર છીએ હું અને તું

મનમાં જોબન રોજ ભીંજાયા કરે એ ,

નીરનો અાકાર છીએ હું અને તું

કયાં કદી આમે મળ્યા સંબંધ જાણી ,

અે અજાણ્યો વાર છીએ હું અને તું .

દર્દ સૌનું લૂછતાં ,પણ ધાવ પોષીને ,

જગ ઊપર અવતાર છીએ હું અને તું 


Rate this content
Log in

Similar gujarati poem from Romance