હુકમ
હુકમ


હરિ મારાં છે હુકમનું પાનુ,
એ ધ્યાન રાખે મારુ છાનું,
જીવન પથમાં હું ડગુ
જો સાથ ન દે કોઈ સગુ,
હરિ ભક્તિથી જીવન બને મજાનું
હરિ મારાં છે હુકમનું પાનુ,
મૂજથી જે ના કરાયું
તોય નસીબે જે લખાયું
એ કરે કામપૂરાં ન હોય મારુ ગજાનું
હરિ મારાં છે હુકમનું પાનુ.