હઠ
હઠ
બીજા ધર્મો ખોટા છે એવી હઠ લેશો નહીં,
મારો ધર્મ જ સાચો એવી હઠ કરશો નહીં.
બ્રહ્માં, વિષ્ણુ, શિવ,શકિત "નામ" રૂપે ભિન્ન છે,
બાકી ચૈતન્ય જોતાં એક અભિન્ન અંગ છે.
પય ને ધૃત બે જુદાં એવી હઠ રાખશો નહીં,
જુદા જુદા ઈશ્ચર છે એવી હઠમાં રહેશો નહીં.
શિર, મુખ ચરણો કરતા જુદા જુદા ઢંગો છે,
એક જ કાયાનાં એ તો જુદા જુદા અંગો છે.
શેરડી, સાકર જુદા છે એવુ હઠમાં લેશો નહીં,
અદ્ધૈતામૃત પાને એ એક જ છે એ ભુલશો નહીં.
બાળક, યુવક, પ્રોઢ, વૃધ્ધા એ ચારની હઠ કહેવાય,
અવસ્થાએ ભાવનાથી જુદા જુદા વિચાર એ હઠ કહેવાય.
