હતો એક ઝરૂખો અને એક હું
હતો એક ઝરૂખો અને એક હું
હતો એક ઝરૂખો અને એક હું,
સાંજ ઓગળે ને શમી જાય તું,
હતો એક ઝરૂખો અને એક હું.!
નયન મળ્યાં ને શરૂઆત થઈ પ્રણયની,
પાંપણના પલકારે વસી ગઈ તું,
હતો એક ઝરૂખો અને એક હું.!
વધ્યા ધબકારા હૈયે ને જોડાતાં ગયા તાર,
અંતરમાં અત્તર બની ગઈ તું,
હતો એક ઝરૂખો અને એક હું.!
લહેરાય કેશ તારા ને બદલાય દિશા પવનની,
મઘમઘતી સુવાસ ફેલાવી રહી તું,
હતો એક ઝરૂખો અને એક હું.!
આગમનથી તારા પથરાય ચાદર પુષ્પોની,
હળવેથી આવી મને સ્પર્શી ગઈ તું,
હતો એક ઝરૂખો અને એક હું.!
નીરખ્યા સોળ શણગાર ને મહેંદી મારા નામની,
ક્ષણવારમાં જ મને પોતાનો બનાવી ગઈ તું,
હતો એક ઝરૂખો અને એક હું.!

