હસ્તી
હસ્તી
ચાલને થોડી મસ્તી કરી લઇએ,
જીંદગીને થોડી હસતી કરી લઇએ.
થકાવશે આ આંધળી દોડધામ,
ટેન્શનની થોડી પસ્તી કરી લઇએ.
ક્યાં સુધી રહીશુ આમ ગુલામ !
કંટાળાની થોડી વસ્તી કરી લઇએ.
અહંકાર છોડી શબ્દોનો જરીક,
જાતને થોડી સસ્તી કરી લઇએ.
કુતરા બીલાડા બની નથી જીવવું,
જગતમાં થોડી હસ્તી કરી લઇએ.
