હશે તો ચાલશે
હશે તો ચાલશે
જીવવા એક ક્ષણ હશે તો ચાલશે,
એ મળે ત્યાં રણ હશે તો ચાલશે,
માન તારું સાચવીને આવશે,
ભાર માથે મણ હશે તો ચાલશે,
કેટલીયે વાર નામો જયાં લીધાં,
માત્ર ત્યાં સ્મરણ હશે તો ચાલશે,
ચુંદડી ઓઢેલી રાતી આખરી
એ જ તો ખાપણ હશે તો ચાલશે,
રોજ દાણા નાખશે એ આંગણે
ઝાડ નીચે ચણ હશે તો ચાલશે,
રૂપિયા તો મેલ છે હાથનો તો,
હાથમાં ત્યાં ખણ હશે તો ચાલશે,
પાડ માનું રોજ તારો એ ખુદા,
ઉપકારો પણ હશે તો ચાલશે,
એકલાનું ધ્યાન કરતાં આપણે,
કૃષ્ણ સાથે ધણ હશે તો ચાલશે,
ચાલ છોડી દે બધું કાજલ હવે,
સાથ એ ઘડપણ હશે તો ચાલશે.
