STORYMIRROR

Dashrathdan Gadhavi

Tragedy

3  

Dashrathdan Gadhavi

Tragedy

હરખપદુડો થા મા

હરખપદુડો થા મા

1 min
237

બાપ, અમથો હરખપદુડો થા મા, 

તારા શબ્દોની સોગાદ અહીં રહી જશે,


ક્યાં અહીં ભાવભીના માનવી ?

તારા દર્દ સીસકારા વનમાં વહી જશે,


લખ ભલે દર્દભર્યા આંસુથી કે ઉકળતા લોહીથી, 

આ બધુ કોઈ નહીં જુવે, આમ જ રહી જશે. 


કઠણ રાખ કાળજુ અને હાલ મૃત્યુપથે.. 

ન આપણું અહીં કોઈ, અંતે નામ પણ નહીં હશે.


મીઠા મનવાળાની ઉણપ છે "દશુ"

ના મળ્યા પોતિકા, એ વસવસો રહી જશે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy