હરખની ઘડી
હરખની ઘડી
આવ્યા દિવાળીના રૂડા તહેવાર જો,
ચાલો નિભાવીએ સૌ વહેવાર જો,
હરખની ઘડી આવી આંગણે રે લોલ !
આંગણે રંગોળી પુરી સોહામણી જો,
આનંદના પુર્યા રંગ સાત સાત જો,
હરખની ઘડી આવી આંગણે રે લોલ !
દિવડાઓથી સજાવી હારમાળા જો,
અંધકાર દૂર થવાની સૌને આશ જો,
હરખની ઘડી આવી આંગણે રે લોલ !
સ્વચ્છતાના બન્યા સૌ આગ્રહી,
પ્રભુ રામના આગમનની હામ જો,
હરખની ઘડી આવી આંગણે રે લોલ !
મનદુઃખ સંગાથે સૌ ભૂલ્યા રે,
પ્રેમના તાંતણે થયાં એકમેક રે,
હરખની ઘડી આવી આંગણે રે લોલ !
