હરિયાળું વૃક્ષ
હરિયાળું વૃક્ષ
આ ધરાનાં ખોળામાં,
વાવું હું એક છોડ,
પીવડાવી પાણી કરું જતન તેનું,
ઉછેરુ વ્હાલ કરી જીવની જેમ,
હયાતીમાં મારી વૃક્ષ બની મહાલશે,
ને ફળ મીઠાં ખાશે આવનારી પેઢી,
રાજીપો મારો મળશે તેમને,
હરિયાળા વૃક્ષનો છાયો મળશે તેમને,
ના કાપશો કોઈ વૃક્ષને હવે,
કરું વિનંતી એટલી,
જીવ જશે તેનો,
ને દુઃખ થશે તેનું મને,
કરો સૌ જતન તેનું,
રક્ષણ કરો પર્યાવરણનું,
રહેશે સંતોષ પ્રકૃતિને,
મેહુલો રીઝશે,
ને લીલુડી ઓઢણી ઓઢશે ઘરતી,
સંભાળશે વૃક્ષો ઓથે,
કલરવ પંખીઓનો,
મળશે આરામ કોક વટેમાર્ગુને,
મળશે આશરો કોક થાકેલા જીવને,
પાંચ માણસો થઈ ભેગાં,
કરશે વાતો દેશ પરદેશની,
એવું વહાલું વૃક્ષ મારું,
જીવનથી શણગારેલું વૃક્ષ મારું.
