STORYMIRROR

Dilip Ghaswala

Drama Tragedy

3  

Dilip Ghaswala

Drama Tragedy

હરિવર

હરિવર

1 min
244

હરિવર, આ ઝળહળતો આભાસ ક્યાંથી ?

ફૂલો જેવી કોમળ આ કુમાશ ક્યાંથી ?


શશી ને ખરીદી લીધો સ્કેવર ફીટે,

ગગન ને મળે આવો અજવાસ ક્યાંથી?


ચણી છે દિવાલો, કપાયા સબંધો,

મળે ઉડવા અમને આકાશ ક્યાંથી?


લૂંટી લાજ હેવાનો થઈ જાય બાપુ,

તરે તો તરે એમની લાશ ક્યાંથી?


અહમનો લઈ ભાર શાને ફરે છે?

હવા જેટલી હોય હળવાશ ક્યાંથી?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama