હરિફાઈ
હરિફાઈ


આ તે છે શેની હરિફાઈ
ચડસાચડસીની લાગી છે લ્હાય!
નથી માત્ર સત્તાની આ વાત,
દરેક ક્ષેત્ર જગતના, નથી આમાંથી બાકાત.
કસોટીની જરૂર છે તાતી,
પણ; નિષ્પક્ષતા નથી એમાં દેખાતી,
અદેખાઇ, આડંબર, છળકપટ ને નાણાં,
સાચી કસોટીને લાગ્યા આ ગ્રહણના ઓછાયા,
રૂપ, સત્તા, પ્રતિષ્ઠાને બહુ માન,
સત ને લાગ્યા કળિયુગના બાણ!
છો ને થતી પ્રખર કસોટી તમામ,
આવડત તમારી ચોક્કસ કરાવશે ઊંચી ઉડાન!!
કાળા નાણાં ના ખેલ સૌ કાળા,
ખેલ આ હાથમાં નહીં લેવા દે માળા,
યાદ રાખ એટલું ;
નાણાં જરૂરી એટલા માણા(સ)ય જરૂરી
બાકી, સૌની કરવી પડશે જી-હજૂરી.