STORYMIRROR

THAKOR BHARATSINH

Romance Others

4  

THAKOR BHARATSINH

Romance Others

હોય

હોય

1 min
334

પૃથ્વીને સૂરજ તણું ચુંબકીય આકર્ષણ હોય,

તારું ને મારું એકમેકનું એવું આકર્ષણ હોય,


જાણે આસમાનમાં ચાંદનું આકર્ષણ હોય,

જુઓ સાગરને નદીના વહેણનું આકર્ષણ હોય,


ચુંબકીય આકર્ષણ ખેંચી લાવે છે એકબીજાને સામે,

જાણે પ્રેમમાં પાગલનું ભારે આકર્ષણ હોય,


ભ્રમર ગૂંજે ખુશ્બૂને શોધીને ઉપવનમાં,

એવું ગુરુત્વાકર્ષણ બળનું આકર્ષણ હોય,


પ્રેમમાં બે દિલનું ચુંબકીય આકર્ષણ હોય,

જન્મો જનમના બંધનનું ખેંચાણ હોય,


જડ ચેતન એકબીજા સાથે જોડાયેલા હોય,

જે ચુંબકીય આકર્ષણને જ આભારી હોય,


કલમ ને કાગળનું ચુંબકીય આકર્ષણ હોય,

શબ્દ ને ગઝલનું ચુંબકીય આકર્ષણ હોય..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance