હોય તું પાસે
હોય તું પાસે
હોય તું પાસે, લાગે ખુશીઓ અમાપ છે,
થાય તું દૂર તો કરોડો પણ રાખ છે .....
જોઉં તને ખુશ, લાગે જન્નતમાં નિવાસ છે,
થાય તું નાખુશ તો જન્નત પણ વેરાન છે ......
તારી સાથેનો સંબંધ, લાગે મીઠો મધૂરો જામ છે,
વિખરાય એ સંબંધ તો જીવવું હરામ છે .....
તારી મળેલ લાગણી, લાગે જીવવાની આશ છે,
હણાય જો લાગણી તો ચેતન પણ લાશ છે ....

