હોવું જોઈએ
હોવું જોઈએ
માસી દીકરી એવું ઉપનામ હોવું જોઈએ,
બધી સ્ત્રીને પિયર નામનું ગામ હોવું જોઈએ,
દરેક સફળ પુરુષ પાછળ કોણ હશે?
મને લાગે એમાં સ્ત્રીનું નામ હોવું જોઈએ,
બાળઉછેર ઘર ચલાવવું સારું ગણાય,
શુ ફક્ત એ સ્ત્રીનું જ કામ હોવું જોઈએ?
માત્ર પિયરમાં જ શાને વ્હાલી લાગે,
સ્ત્રીનું સાસરીમાંય માન હોવું જોઈએ,
ન કાચની ઢીંગલી છે એ રમવા માટે,
સ્ત્રીનું સન્માન પણ જળવાવું જોઈએ,
રસોડા સંગે નોકરી પણ કરી જાણે છે,
એનું સૌને ગુમાન હોવું જોઈએ,
કદીક ઝાંસીની રાણી પણ બની શકે છે,
બસ કોઈ બેઇમાન મળવું જોઈએ.
