STORYMIRROR

Sangita Dattani

Tragedy

3  

Sangita Dattani

Tragedy

હોસ્પિટલ

હોસ્પિટલ

1 min
208

મુલાકાત એ એવી હતી કે અચાનક

હાથ ઈશ્વરને જોડાઈ ગયા,


મુલાકાત એ એવી હતી કે 

મૃત્યુનું દર્શન હાથવેંતમાં હતું,


મુલાકાત એ એવી હતી કે 

કોરોનાએ મોઢું ફાડ્યું હતું મોટું,


બીજી લહેર આવી ને

દીકરાને લઈ ગઈ હોસ્પિટલે,


મુલાકાત મારે પણ લેવી પડી

એ કાળમુખી હોસ્પિટલની,


મને પણ ત્યાં જ રાખી લીધી

કોરોનાની એ લહેરે,


મુલાકાત એ હતી કે 

ડોક્ટરની ટીમ ભેગી મળી,


ચર્ચા કરતાં કરતાં વિચારે

આને મારવી કે રાખવી ?


ચર્ચા સાંભળી એમને તો કહી દીધું,

મેં, કે સર્જનહાર છે મોટો,


ભરોસો એમનો રાખશો તો

સૌ સારાવાના થશે,


મુલાકાત એ હતી કે,

હોસ્પિટલ રહ્યાં પછી

સૌ આવ્યાં ઘેર હરખભેર.


પાડ પ્રભુનો માની રહ્યાં 

મુલાકાત એ હતી કે..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy