હોભળ જુવાન તું
હોભળ જુવાન તું
હોભળ જુવાન તું
આ ગોમડાની ગોરી, તે હું,
ગંધ મારી માટીની,
સોળે કલાએ ખીલે,
અમ અમ અંગમાં
હમજાય છ ન …
પરફૂમ છોંટ્યે ના ખીલે જોબન,
હોભળ તુંય રે જુવાન
ના ભાળે તારું આ 'હાય'
ના ચાલે આ ચશમો,
ટૂંકી ચડીને, ટૂંકા બોલ
ના હમજુ હું કાંય,
ગોરી હું ગોમડાની
ચુંદડીએ મારા, ટોંક્યા છ,
હાત હાત હપના….
એવા હમારા નખરા….
કે હૈયા ના હાચા,
છોરી જે ચાહે તું,
હો છો પરદેશી
રમત હમત ના
જીવે ખેલ ના ફાવે
ને હોય છો રંગે આછી,
હોય હાય હેલોની ફાંસી,
પણ કેમેય ના બનશે તારી દાસી..
જોણે છ ને તું !!
નો જ જોણતો હોય તો કઈ જ દીધું.
