STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

અટપટી રમત છે જિંદગી

અટપટી રમત છે જિંદગી

1 min
164

ગણિતના પ્રમેય જેવી આટીઘૂંટીવાળી રમત છે આ જિંદગી,

વિચારીને દરેક પગલું ભર થોડીક અઘરી છે આ જિંદગી,


ક્યારેક મૂક પ્રેક્ષક બનીને જોતું રહેવું પડે છે એવી ચાલબાજ છે આ જિંદગી,

ક્યારેક મગજ બહેર મારી જાય સૂઝે નહીં આગળનું કંઈ, એવી અટપટી છે આ જિંદગી,


ક્યારેક હારવાની અણી પર હોઈએ ને જીતી જવાય,

ક્યારેક જીતેલી બાજી હારમાં પલટાઈ જાય,

કેવી અણસુલઝી પહેલી છે આ જિંદગી,


પણ હર એક ચાલને આખરી ચાલ સમજી તું રમી લે,

હારી બાજીને પણ જીતમાં પલટાવી દેશે આ ઉપરવાળો બાજીગર પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama