STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

વિહાર

વિહાર

1 min
191

મારે કરવી છે ગુલાબની વાત,

મારે કરવી જગતના તાતની સાથે મુલાકાત,

વિહાર અર્થે ગઈ હું પ્રકૃતિના સાનિધ્યમાં,


આ પ્રકૃતિનો અદભુત નયનરમ્ય નજારો જોઈ

અવાચક અને અચંબિત થઈ ગઈ,

લીલુડી ધરતી જાણે ! કોઈ રૂપસુંદરીનો પાલવ હવામાં લહેરાય,


આ રંગબેરંગી ફૂલો પરની તીતલી જાણે !

કોઈ સુકન્યાના ગોરા ગાલ પરનું તલ,

આ ચમેલી એ જાણે ! શ્વેત ચાદર બિછાવી,

આ ચંપો ને મોગરો

ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ,


આ લીલુડો છોડ ને ગુલાબી ફૂલ,

રંગો નું કેવું અદભુત કોમ્બિનેશન,

જાણે શ્રેષ્ઠ ચિત્રકારનું શ્રેષ્ઠ સર્જન,

કેવી અદભુત કામણગારી પ્રકૃતિ

તીતલી જાણે દોડતી કોઈ અલ્લડ કન્યા

સૂર્યના કિરણોથી જાણે ! મરક મરક હસતી કોઈ મત્સ્ય કન્યા,

ફૂલો તો જાણે ! ઈશ્વરનો ચહેરો,

 આ ગુલાબ પર છે કાંટાનો પહેરો, 

જાણે ઊંચકી ને ઊભું છે દુલ્હાનો સેહરો,

ઝરણાનો ઝંકાર જાણે ઈશ્વરનો કર્ણપ્રિય સ્વર,


આ ઝૂકેલી ડાળી તો જાણે ઝૂકી ઝૂકીને ખુદાને સજદા કરતી હોય એવું લાગે છે,

આ પહાડ તો જાણે ખડે પગે ઊભેલા સંત જેવો,

ખુદાની બંદગીમાં લિન હોય એવું લાગે છે,

આ પ્રકૃતિ ને ગઝલમાં વર્ણવવા

પૂરા સમંદરની શાહી બનાવી

ઘરતીની બનાવી ડાયરી મેં,

વૃક્ષની બનાવી કલમ, 

લખવા બેઠી હું ગઝલ,


પણ આ શું ?

શબ્દો ઊઠી ચાલ્યા ગયા

મેં પૂછ્યું આમકેમ ?

હૃદય કહે એ તો અલૌકિક અવર્ણીય છે

તેને ગઝલમાં કંડારવાનું તારું ગજું નહીં

કલમ ડાયરી મૂકી મેં કોરાણે,

હું પણ ખુદને ભૂલી ખુદામય બની ગઈ,

ગઈ હતી પ્રકૃતિના સાનિધ્યમાં વિહાર અર્થે,

હવે હું ચાલી આત્માના વિહાર અર્થે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama