Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Drama

3  

Meenaz Vasaya

Drama

ઈશ્વરનું અણમોલ નજરાણું - મિત્ર

ઈશ્વરનું અણમોલ નજરાણું - મિત્ર

1 min
203


રંગવિહીન અને અપૂર્ણ હતું

મારા જીવનનું ચિત્ર,

પૂર્ણ અને રંગોથી સુશોભિત બન્યું જ્યારે,

મારા જીવનમાં આવ્યો એ મિત્ર,


સૂના મનમંદિરમાં

સંગીત બની આવ્યો એ મિત્ર,

જીવન રણમાં

મીઠું ઝરણું બની આવ્યો એ મિત્ર,


હૃદયની વિરાન ધરા પર

વર્ષાની બુંદો બની તૃપ્ત કરવા

આવ્યો એ મિત્ર,


જીવન સમંદરમાં સરિતા બની

મારા કાજે પોતાનું અસ્તિત્વ મિટાવી ગયો

એ મિત્ર,


પાનખર જેવી જિંદગીમાં,

બહાર બની આવ્યો એ મિત્ર,


કૃષ્ણ સુદામાની મિસાલ બની

આવ્યો એ મિત્ર,

જીવનનાં ખાલીપા ને

આનંદથી તરબોળ કરી ગયો એ મિત્ર,


ઈશ્વરનું અમૂલ્ય નજરાણું બની

આવ્યો એ મિત્ર,

મારા જીવનનું અણમોલ રંગબેરંગી

બનાવી ગયો એ ચિત્ર,


Rate this content
Log in