Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama

3  

Zalak bhatt

Drama

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
233


પ્રકૃતિની ગોદમાં બેસી

કરીએ મજાની વાતો

આવને બંધુ જરાં સંગેતો

લઈને મજાનો ભાથો,


રામ-રહીમનો ભેદના

આપણે સૌ સંગે છે નાતો

પાજી પાછળ રહી ગયો

પછી, આવે છે ખિજાતો,


ઝાડની ડાળીએ ઝૂલીએ

હિંચકો કેવો હવામાં જાતો ?

વાયરો આવી સંગે ને

કાનમાં ગીત મધુરા ગાતો !


કોયલ કુ. . .કે. . . મોર નાચે

વળી, દેડકો આયો ઠેકાતો

પતંગિયાને પાંખમાં જોને

મેઘધનું છલકાતો !


ફૂલની ફોરમ ભમરો પેલો

રોજ લઈને જાતો

મધપૂડાના દરથી મીઠો

રસ સદા છલકાતો,


તીડ નાથવાં જોને ઊભો છે

ચાડીયો ખેતમાં હાં’તો !

હું પણ ઊભો રહું પાસમાં

તું જરાં ફોટો ખેંચવા જા-તો,


દૂર-દૂર રહીને પણ નજીકનો

કેવડો જુનો આ નાતો ?

આવને બંધુ જરાં સંગે

તો લઈએ મજાનો ભાથો !


પ્રકૃતિની ગોદમાં બેસી

કરીએ મજાની વાતો

આજની વ્યસ્તતા, છિનવે જીવન

ને માણસ મોત સામે મલકાતો !


પ્રકૃતિની ગોદમાં બેસી

કદિ કરી મજાની વાતો ?

સાચને ભૂલી જૂઠના ટેકે

ઊભો ગોળીઓ ખાતો-ખાતો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama