STORYMIRROR

Hiten Patel

Drama

3  

Hiten Patel

Drama

ખારી નદી

ખારી નદી

1 min
214

‌તામ્રમયી ઘંટનો ધ્વનિ ક્રમિકે

પાડી અનેરા પડઘા શમી જતો,


ત્યારે નદીના પટમાં ઉત્સાહી

હું યે મિત્રો સંગ દોડતો જતો,


ખારી નદીનો ઢળતા પહોરનો

સોનવર્ણી સો પટ બાળ થઈ જતો,


ત્યારે ઘટાએ ઘટા, કોતરો અને

ખૂણે ખચકે રવ નાચ ઊઠતો.


ત્યાં મોરની મોહક ઢાલ ખીલતી

ધીમા મિશ્રિત ચકવાંના રાગમાં,


નીચે રહ્યા ચારુ પથ્થર દેખતા

જાણે પક્ષીઓની કતાર આભમાં,


દ્વાર મસ્તીનાં ઊઘડ્યાં હતાં પૂર્વે

જે રેતના ગાલીચા ને નદી મહીં,


તે તે રવતા ભમતા ઘણા ટૌકા

ને દોડતી કોમળ પાયલ કહીં ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama