STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

1 min
178

કેમ બેટા તું આવું કરે છે ?

અભ્યાસના બદલે રખડ્યા કરે છે,


તને સમજાવું તોય સમજણ આવતી નથી,

પપ્પા ને તારા મિત્ર કેમ તું માનતો નથી ?


જિંદગીમાં તારે ઘણું જોવાનું છે,

મારાથી પણ આગળ તારે વધવાનું છે,


સારી સમજણ પપ્પા મને આપતા હતા,

જીવનની મુશ્કેલીમાં ધીરજ પણ રાખતા હતા,


આજ જયારે હું પપ્પા બની ગયો છું,

પપ્પાની મુશ્કેલીઓ પણ સમજતો થયો છું,


ત્યાગ અને કર્તવ્યની મૂર્તિ તો મારા પપ્પા હતા,

એમના મૃત્યુ પછી ખબર પડી કે પપ્પા શું હતા ?


આજ પણ મારા સંતાનો મને હીરો માને છે,

પણ...

ખરા હીરો તો મારા પપ્પા ને હું માનું છું,


જીવનમાં આવે તકલીફો તો પપ્પાને યાદ કરૂં છું,

એમના આશીર્વાદથી તકલીફોમાંથી પાર પડું છું,


Rate this content
Log in

Similar gujarati poem from Drama