Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

માતૃભાષાનો વૈભવ

માતૃભાષાનો વૈભવ

1 min
181


આંબાનું મોટું ઝાડ છે,

ઝાડ ઉપર કેરી થાય છે,

કેરી સૌને ભાવે છે,

ભાવે રસ રોટલી ખવાય છે,


રોટલી ગોળ ગોળ છે,

ગોળ રોટલી બા બનાવે છે,

બા એ તો બા છે,

બા મમતાનો દરિયો છે,


દરિયો બહું તોફાની છે,

તોફાની ટોળાએ આગ ચાંપી છે,

આગની લપેટમાં ઘર આવ્યું છે,

ઘર એ ધરતીનો છેડો છે,


છેડો ફાડવો અઘરું છે,

અઘરું કામ મહેનત માંગે છે,

મહેનતથી આંબો ઊગે છે,

આંબો ભાવનાને ગમે છે,

ગમે તેમ કરીને જીવન જીવાય છે,

જીવન એ ઈશ્વરની ભેટ છે.


Rate this content
Log in