STORYMIRROR

Deviben Vyas

Drama

3  

Deviben Vyas

Drama

નિર્ણય

નિર્ણય

1 min
158

ચાહત તણો નિર્ણય નથી તારો નથી મારો અહીં,

આરત તણો નિર્ણય નથી તારો નથી મારો અહીં,


ખૂલ્યું નયનનું બારણું, દર્શન થયાં ત્યાં પ્રેમના,

સ્વાગત તણો નિર્ણય નથી તારો નથી મારો અહીં,


કર્ષણ થયું દિલથી દિલે, ને એક થઈ, હૈયા મળ્યાં,

રાહત તણો નિર્ણય નથી તારો નથી મારો અહીં,


અંકુર દિલે ફૂટી બન્યું ઘેઘૂર આજે વૃક્ષ એ,

તાકત તણો નિર્ણય નથી મારો નથી તારો અહીં,


દરિયો થઈને ઘૂઘવે છે ઊર્મિ થઈ પાવક બની,

શાકત તણો નિર્ણય નથી મારો નથી તારો અહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama