STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

ઈશ્વરનું તકદીરનામું

ઈશ્વરનું તકદીરનામું

1 min
199

ધરતીનાં કોરા કાગળ પર લખ્યું

સર્જનહારે સૌનું તકદીરનામું,


ગહનતા કરી સમંદરનાં નામે,

વિશાળતા કરી અંબરનાં નામે,


જગતની તમામ રોશની સૂરજ ચંદ્રના નામે,

રંગોની પૂરી સૃષ્ટિ તિતલીનાં નામે,


જગતની તમામ પવિત્રતા સરિતાનાં નામે,

જગતની તમામ ઉદારતા કરી સાગરનાં નામે,


ચંચળતા કરી ભ્રમરનાં નામે,

મહેક કરી ફૂલોનાં નામે,


ટહુકો કર્યો વન વગડાનાં નામે,

અશ્રુઓ કર્યા વાદળનાં નામે,


સ્વતંત્રતા કરી પંખી ઓનાં નામે,

જુદાઈ ચાંદ ચકોરનાં નામે,


મિલન કર્યું સાગર સરિતાનાં નામે,

આશા, નિરાશા, સુખ, દુઃખ,

ગમ, અશ્રુ, મુસ્કાન, વિરહ, મિલન

તમામ કર્યું માનવીનાં નામે,


પોતાના તકદીરનો ઘડવૈયો બનાવ્યો માનવીને,

તારા આ તકદીરનામાંથી

કોઈ હેરાન કોઈ પરેશાન

કોઈ સુખી તો કોઈ દુઃખી,


કોઈ ગાતું તો કોઈ રોતું

તો કોઈ તને ફરિયાદ કરતું

મને તો કબૂલ છે,

તારું આ તકદીરનામું,


મને તો મંજૂર છે આ તારું તકદીરનામું,

બસ મારા દોસ્તની મહોબ્બત લખી દે મારી તકદીરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama