STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

હળવાશનો એક દીપ

હળવાશનો એક દીપ

1 min
444

આંગણું ખૂલેને ક્યાંક આવે અંધકાર તો, 

હળવાશનો એક દીપ પ્રગટાવજો જરા..


શમણું તૂટેને ક્યાંક લાગે સૂનકાર જો, 

બોલ ઘોળી મીઠાશમાં પ્રસરાવજો જરા..


હૈયાથી હૈયું ના ભીંસાય છો ભલે અહીં,

આ લાગણીના છેડલા મળાવજો જરા..


વ્યથા કેરા દરિયામાં ડૂબવાનું થાય જો,

તરવાની મોજ પણ પિછાણજો જરા..


ઓળખે ભલેને પછી નથી આવકાર તો,

નિજ અંતરને ઓળખી બતાવજો જરા..


રંગોળી કરતા જો રંગ આ ઢોળાય તો,

નવી ભાત સામે મનડું મલકાવજો જરા..


ભીડમાં રહીને 'શૈલ' એકલું જણાય ભલે,

નિત મોજ કેરી મહેફિલ સજાવજો જરા..


આંગણું ખૂલેને ક્યાંક આવે અંધકાર તો, 

હળવાશનો એક દીપ પ્રગટાવજો જરા..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational