હકીકત
હકીકત
જીવનની એવી હકીકત છું,
પ્રાણ વિનાની પ્રતિમા છું,
નામ નથી જેના પર કોઈનું,
એવી એક વસિયત છું,
ધૂળમાં પડેલું ફૂલ છું,
પગ તળે કચડાયું છું,
નસીબના મારથી જે,
હંમેશા સતાવાયું,
જીવન છે એવું કાગળ,
તેના પર કોઈ લખતું નથી,
જેને કોઈ બાળતું નથી.
