STORYMIRROR

'Sagar' Ramolia

Drama

3  

'Sagar' Ramolia

Drama

હજુ

હજુ

1 min
384

જાત અવહેલી નથી શકતો હજુ,

નીર-સમ રેલી નથી શકતો હજુ,


માંહ્યલો તો ખૂબ ઈચ્છે છે છતાં,

ઈચ્છા હડસેલી નથી શકતો હજુ,


હારવાની શક્યતા છે જ્યાં ઘણી,

બાજી એ ખેલી નથી શકતો હજુ,


નામનાની ઈચ્છા રાખું ના છતાં,

માયા એ મેલી નથી શકતો હજુ,


આપી 'સાગર' પ્રભુએ જગ્યા તો ઘણી,

તોય ત્યાં ટ્હેલી નથી શકતો હજુ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama