STORYMIRROR

Jn Patel

Romance

4  

Jn Patel

Romance

હિસાબ

હિસાબ

1 min
293

આજ એ અચાનક આવી ને મને કહેવા લાગી....

આપણા જીવનની ઘટમાળની 

ગણતરીનો હિસાબ 

મારે જોઈએ છે.

બોલ તારી પાસે કાંઈક માંગુ..?


મેં પણ કહ્યું... હા માગી લે.

એ બોલી મને તારામાં ઘર 

બનાવી રહેવું છે.


મેં પણ કહી દીધું

દિલના દરબારમાં રાજ છે તારું

ગુલામ કે દાસી બનીને નહીં 

પણ બેગમ બનીને આવ...


જાણે છે એ શું બોલી...!!

મારે તો બાદશાહને ગુલામ 

બનાવવો છે,

તારા દિલના દરબારમાં નહીં 

મનના મહેલમાં રહેવું છે,

તારા અંતરના સૌંદર્યને માણવું છે,

તારા શ્વાસોની સેજ પર બેસવું છે,

તારી આંખોની લાલિમાને મારામાં ભરવી છે,

હૈયાના હિંચકે હિંચવું છે,

તારા હૃદયની રજાઈમાં સૂવું છે,


બસ એ બોલે જતી'તી ને મેં પણ 

મારી બાહોને ફેલાવી....

બસ સૂનમૂન થઈને મારામાં 

વિંટળાઈ વળી...


હું બસ એટલું જ બોલ્યો... 

બોલ મળી ગયો તારો હિસાબ..!

ને એ ખોવાઈ ગઈ એના જગતમાં.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Romance