Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

હિસાબ માંગે છે

હિસાબ માંગે છે

1 min
7


લાગણીનો પણ લોકો તો હિસાબ માંગે છે,

જો મદદ કરે તો એનો ખિતાબ માંગે છે.


રોજ રોજ બદલાવે છે ચહેરા જે લોકો,

આયના સમક્ષ એ લોકો નકાબ માંગે છે.


મૌલવીને એથી તો ખાર છે ફકીરો પર,

એ ખ઼ુદાની સામે પીવા શરાબ માંગે છે.


છે નિયમ કેવો લોકોનો અહીં અવળચંડો,

અંધકાર આપીને આફતાબ માંગે છે.


જીંદગી ય કાવાદાવામાં જાય છે આખી,

અન્યના જીવનની ખુલ્લી કિતાબ માંગે છે.


જે જગાડે છે રાતો મારી ઊંઘ ચોરીને,

રાતભર એ જોવા મારું જ ખ્વાબ માંગે છે.


જીવતાં નથી લોકો વર્તમાનમાં તો પણ,

આખરે તો મૃત્યુ પણ લાજવાબ માંગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance