હિંદનો વડલો
હિંદનો વડલો


વાયરા ભલે વાય પશ્ચિમી રે લોલ…
પણ નહિં ડગે; વડલા હિંદના રે… વાયરા૦…
વડલા વાવ્યાં ઋષિ-દેવો એ રે લોલ,
જતન કર્યાં, સંત-મુનિઓ એ રે… વાયરા૦…
વડલાના મૂળ વેદ-પુરાણ રે લોલ,
ફેલાયા છે; આખાય જગમાં રે… વાયરા૦…
વડલાની લાંબી ઘણી વડવાયુ રે લોલ,
ત્યાં હિંચકે છે, ધર્મનાં સાર રે… વાયરા૦…
વડલામાં માન-મર્યાદાના ટેટા રે લોલ,
ચાખે એનો; થાય બેડો પાર રે… વાયરા૦…
વડલાના પાને-પાને કથાયું રે લોલ,
શૂરતા ને; સંસ્કારની વાતો રે… વાયરા૦…
વડલાનાય એક દિ' વાશે વાયરા રે લોલ,
ઉડી જાશે, આથમણા રાન રે… વાયરા૦…
વડલાને વળગી બેઠો 'અર્જુનીયો' રે લોલ,
વળગી રે'જો; તમેય યુવાન રે… વાયરા૦…