STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

હિંડોળા

હિંડોળા

1 min
173

નયનરમ્ય હિંડોળે પ્રેમથી ઝૂલાવીએ

ઝૂલો ઝૂલોને નંદના લાલ,

મારે આંગણિયે આનંદ ગુલાલ,


આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ

નંદાલયે શોભંત ચાંદી હિંડોળે લાલ

પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ

મારે આંગણિયે આનંદ ગુલાલ,


અષાઢવદ નોમ છે આજે ગિરિરાજ

ઝૂલા શણગાર્યા અમે વૃક્ષોની ડાળ

ગિરિ કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ

મારે આંગણિયે આનંદ ગુલાલ,


શ્રાવણસુદ નવમીએ ઘેલાં યમુનાજી

ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી

ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ

મારે આંગણિયે આનંદ ગુલાલ,


શ્રાવણ ભાદોના સુંદર હિંડોળા

ઝૂલાવું હળવે પ્રભુ મારા શામળા

નાચે મોર ને હરખે હરિલાલ

મારે આંગણિયે આનંદ ગુલાલ,


આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ

વૃંદાવન કામવન ઉછાળે ગુલાલ

વ્રજ ગોવર્ધન શણગારે લાલ

મારે આંગણિયે આનંદ ગુલાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational