STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

હિંચકો રે મારા કા'નાનો હિંચકો

હિંચકો રે મારા કા'નાનો હિંચકો

1 min
197

હિંચકો રે.....મારા કા'નાનો હિંચકો

કા'નાનો હિંચકોને આમતેમ ઝૂલતો,


હિંચકે બેસીને કા'ન દાતણ મંગાવે

માતા દેવકી દાતણ લઈને રે આવે

કા'નાનો હિંચકોને આમતેમ રમતો

હિંચકો રે.. મારા કા'નાનો હિંચકો,


હિંચકે બેસીને કા'ન નાવણ મંગાવે

પિતા વાસુદેવ નાવણ લઈને આવે

કા'નાનો હિંચકોને આમતેમ ફરતો

હિંચકો રે.... મારા કા'નાનો હિંચકો,


હિંચકે બેસીને કા'ન માખણ મંગાવે

યશોદા મટકી ભરીને માખણ લાવે

કા'નાનો હિંચકોને આમતેમ ડોલતો

હિંચકો રે.....મારા કા'નાનો હિંચકો,


હિંચકે બેસી કા'ન મુખવાસ મંગાવે

વ્હાલી ગોપીઓ રે મુખવાસ લાવે

કા'નાનો હિંચકોને આમતેમ ઝૂમતો

હિંચકો રે.....મારા કા'નાનો હિંચકો,


હિંચકે બેસીને કા'ન શીરો રે મંગાવે

વ્હાલી રાધા શીરો ને પકવાન લાવે

કા'નાનો હિંચકોને આમતેમ રમતો

હિંચકો રે.... મારા કા'નાનો હિંચકો,


હિંચકો રે.....મારા કા'નાનો હિંચકો

કા'નાનો હિંચકોને આમતેમ ઝૂલતો.


Rate this content
Log in

Similar gujarati poem from Children