હિમ વર્ષા
હિમ વર્ષા


સૂરજ તપતો, દિવસે ધખતો,
જલધિ તરતો, ઉપર ચડતો,
આભે ઉડતો, બાદલ બનતો,
શીતળ વહેતો, હિમ વરસતો,
ઊંચે ચડતો, આભે અડતો,
ઉડતો ઉડતો, નીચે પડતો,
સલિલ ઠારતો, બરફ બનતો,
શીતળ વહેતો, હિમ વરસતો,
સ્નેહ વરસતો, મેહ વરસતો,
કેવો ગરજતો, બહુ તરસતો,
આગ ઝરતો, નીચે ખરતો,
કેવો ઠરતો, જલથી ભરતો,
જોરથી વરસે, ગરમી ટળશે,
ધરતી તરસે, હિમ વરસે,
શ્વેત ચમકતો, કેવો ઝળકતો,
ડગલાં ભરતો, પગ લપસતો,
પાન ખરશે, ઝાડ મારશે,
ઘાસ મરશે, ફૂલ મારશે,
જીવન હરશે, ચાલુ વરસે,
સજીવ કરશે, આવતા વરસે,
ઘડીક મરશે, પાછા થાશે,
જીવ આવશે, પાછા થાશે,
બાલક હરખે, ના પગરખે,
કેવા પરખે, મોતી સરખે,
હિમના મોદક, સંકટ મોચક,
ભાવે ભોજક, કેવા રોચક,
જોરથી હસતા, આઘા ખસતા,
સૌ ઢસડતા, રમતા રમતા,
મનમાં મરકે, ઘુમ્મટ ફરકે,
રમવા બરફે, સખાને બરકે,
સફેદ ચાદર, હિમની ચાદર,
ગામને પાદર, કરશે આદર,
ઢોલ ઢબૂકતો, તેજ ઝળકતો,
મોતી મલકતો, નીચે ટપકતો,
બા બરકતા, પાછા ફરતા,
રોતા રોતા, ઘરમાં જાતા,
ખાલી સમંદર, જંતર મંતર,
રમશે અંદર, બંદર બંદર.