STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

હીરોની વાત

હીરોની વાત

1 min
439

જેણે પોતાના કાર્યક્ષેત્રમાં કર્યું બધું સમર્પિત છે

એના મુખ પર જ હીરો તરીકેનું સ્મિત છે,


આપણું જનમાનસ છે ખરેખર હીરોને પૂજતી પ્રજાનું

તેંડુલકરને કર્યું ક્રિકેટના ભગવાન તરીકે સ્થાપિત છે,


મળેલી સ્વતંત્રતાનું જે કરે છે જવાબદારી સાથે વહન

એ જ હીરો તરીકે કંડારે આગવી જીત છે,


ગમે તેવી મુશ્કેલીઓને કરી જાય છે સસ્મિત પાર

હીરોની આરપારની લડાઈ, સહુનું જીતે ચિત્ત છે,


બધી લડતમાં હોય છે વીર, છપ્પનની છાતી સાથે ફરે છે હીરો

દુનિયાભરમાં હોય છે એમની ગાથા, એમના ગવાય શૌર્યગીત છે,


જન્મતા જ એમ ને એમ નથી કોઈ બની શક્તું હીરો

હીરોના સર્વગ્રાહી કામ થકી પામે એ સહુની પ્રીત છે,


દરેક બાળક માટે તો એના માતા-પિતા જ હોય છે હીરો

કુદરતે કરી છે વ્યવસ્થા, કુદરતી રીતે આ નિહિત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract