હીંચકા
હીંચકા
ચોમાસાની સાંજ જોને શરમાઈ હીંચકા ખાય,
મોરલાની ભેળે મનમેળ થયો વાતે ચઢી જાય,
આભમાં ઊગીને ચાંદલિયો જોને પડખે ઝોલા ખાય,
સપના પે'રીને ઊભેલ દિ'ને નવડાવે હૂંફાળા હેતે,
ઉંબરની સીમા છોડીને બહાર નીકળી જાય,
આભમાં ઊગીને ચાંદલિયો જોને પડખે ઝોલા ખાય..
ઉગમણે ઊગી આથમણે ડૂબી સંધ્યાની ગોદમાં બેસી જાય,
સહેજે ગભરાટનાં સંધ્યાની અંધારી સોડનો પાછો,
આભમાં ઊગીને ચાંદલિયો જોને પડખે ઝોલા ખાય.
