STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

4  

Ramesh Patel (Aakashdeep)

Drama

હેલે ચઢી તમારી યાદ

હેલે ચઢી તમારી યાદ

1 min
107

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને,

હેલે ચઢી તમારી યાદ

ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,

મનમાં ટહુક્યા તમારા સાદ

સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.


કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે

લઈ દીલડામાં વાસંતી ફાગ

રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,

ઉરે છેડ્યા બંસરીના વ્હાલ

સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ


ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા

ને તનમનમાં તરવરીયા તોફાન,

સજી શણગાર હું ઝાંખું ઝરુખડે

ટમટમ્યા દીવડાઓ ચારે તે દ્વાર,

કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ


રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,

મલકે મુખલડે મધુરી આશ,

ગાશું રે ગીત હીંચીહીંચી ને

આભલે ઉડાડશું આજે ઉજાસ,

કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama