STORYMIRROR

Sheetal Bhatiya

Drama

4  

Sheetal Bhatiya

Drama

હે સાગર !

હે સાગર !

1 min
219

હું જ્યારે આવું છું તારા સાનિધ્યમાં !

થાય છે મારા મનતરંગ અંતરધ્યાનમાં !

                         હે સાગર !


ખૂબ જ ગંભીર ઘુઘવતો અને શીતલ છે તું કેવો !

ઉકેલે છે જીવનગમ્મત ,જેમ મિત્ર હોય મારો તું એવો!

                         હે સાગર !


તારા વિશાળ ગર્ભે, શિલ્પમાં જન્માવે છે તું મોંઘેરું મોતી!

અંતરાત્મા સુધી લઈ જાય ને પ્રગટાવે છે એમાં તું પ્રેમજ્યોતિ!

                         હે સાગર !


હોય છે રંગે લાલ રવિ, જ્યારે મળે છે સંધ્યા વેળાએ તને !

આ રમણીય દ્રશ્ય નિહાળી, જડે છે જીવનની લાલી મને !

                          હે સાગર !


ફરી મારા સુંદર સ્વપ્ન, જોડાઈ જાય છે આવી તારી પાસે!

તારી લ્હેરોની તરંગો મારા નયનમાં હોય,

ત્યારે હોય છે "સ્વપ્નીલ" ના સ્વપ્ન મારી પાસે! 

                          હે સાગર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama