STORYMIRROR

Rohit Prajapati

Tragedy

3  

Rohit Prajapati

Tragedy

હે પ્રિયે.!

હે પ્રિયે.!

1 min
283

વિચારી શકતો નથી.! અનુભવી શકું છું,

તું સ્ત્રી છે ને હું પુરુષ એ બતાવી શકું છું.


હું અદ્ભૂત છું.! એવું ગુમાન મનમાં ક્યારેક આવ્યું હતું,

પણ તારા સુખ સાયબી વિનાના જીવનને હું વંદી શકું છું.


હું પૂર્ણ છું.! વાતે વાતે ને પળે પળે વિચાર આવતો હતો,

પણ તારા વગરના દરેક દિવસને હું અલગ તારવી શકું છું.


હું જ સમાધાન કરું છું.! એ વાત મનમાંથી ખસતી નહોતી,

પણ તારા ખસી જવાથી કરેલી ભૂલો માત્ર વાગોળી શકું છું.


હું જ પરિચય મારો છું.! અહમ ભરી રાખ્યો હતો મનમાં,

પણ હું કાંઈજ નથી તારા વિના એ હવે હું કહી શકું છું.


હે પ્રિયે.! તું સ્ત્રી છે, તું અદ્ભૂત છે, તું જ મારી જીદ છે,

આ જ યાદોના સહારે હવે બસ હું મને ખુશ કરી શકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy