STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

હે પ્રભુ

હે પ્રભુ

1 min
226

હે પ્રભુ, આજ માનવથી માનવ હણાયો,

હે પ્રભુ,આજ માનવથી માનવ લૂંટાણો,

મર્યા પછી પણ ઠાઠડીમાં નાં સમાણો.

નથી મળતાં માનવને સ્વજનનાં ચાર કંધા,

નથી મળતો મર્યા પછી ઘરનો વિસામો,

મળે છે ફક્ત પ્લાસ્ટિકનાં કફનનો સહારો,

નથી જનાજાને ફૂલહાર ગજરાનો સહારો,

નથી મુખમાં ગંગાજલ અને તુલસીનો સહારો,

નથી મળતા સ્વજનનાં અસ્થિ કે રાખ,

નથી રહ્યો કોઈ જાણે હક્ક કે અધિકાર,

નથી કોઈ સવાલ નથી કોઈ જવાબ,

આવી પડ્યો છે એક વંટોળ અણધાર્યો,

કુદરતનો આ કારમો છે કાળપંજો,

શું કરે ભગવાન, આ કળયુગમાં મૂંઝાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational