હે ઈશ્વર
હે ઈશ્વર
અરમાન એક જ લઈને દિલમાં
આવી છું હું તમારે દ્વારે મનથી,
હે ઈશ્વર
કે હટી જાય આ મહામારી અને
હયાતી રહે માનવ જાતની ને
સ્મરણ તમારું સતત
સચવાઈ રહે કાળપર્યંત...
આ માનવ શરીર ઈશ્વરે સુંદર આપ્યું, પણ,
માનવને સાચવતાં નાં આવડ્યું.
જાતે જ મહામારી ને નોતરી ને,
આ વિશ્વ ભયભીત બન્યું.
માનવ જ માનવનો દુશ્મન બન્યો એમાં કુદરત શું કરે?